Sunday, 18 August 2019

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી 15.08.2019

તારીખ 15.08.2019ના રોજ શાળા પરિસરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં સફળ કારકિર્દી ધરાવતા શ્રી રામનભાઈ રાવલના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું. એસ.એમ.સી. અધ્યક્ષશ્રી ગીરીશભાઈ તથા ગોવિંદભાઇ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ચોકલેટ આપવામાં આવી.
ભૂતપૂર્વ CRC કો.ઓ.શ્રી તથા હાલમાં આ શાળાના સર્વપ્રિય વડીલ સિનિયર શિક્ષકશ્રી વિનુભાઈ રાવળ સાહેબ દ્વારા પ્રસંગોચિત પ્રેરણાત્મક ઉદબોધન આપવામાં આવ્યું.
 આ દિવસે શાળામાં વાલી મીટીંગ યોજવામાં આવી. જેમાં શાળાના મુખ્ય શિક્ષકશ્રી મિહિરભાઈ આચાર્ય દ્વારા શાળા તથા વિદ્યાર્થીઓને લગતા મુદ્દાઓ પર વાત તથા ચર્ચા કરવામાં આવી.









વૃક્ષારોપણ કાર્યક્રમ તારીખ 14.08.2019

આજરોજ શાળાની તમામ બાળાઓ તથા શિક્ષકશ્રીઓ એ નદીની પાસે આવેલા રાવત રામજી મંદિર તથા આસપાસના વિસ્તારમાં વૃક્ષોના રોપા રોપ્યા. શ્રી વિનુભાઈ સાહેબ તથા શ્રી શંકરભાઈ સાહેબ વિવિધ વૃક્ષોના 225 જેટલા રોપાઓ લાલપુર નર્સરીમાંથી લાવ્યા હતા. તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો. શાળામાંથી વિદ્યાર્થિનીઓને પોતાના ઘરની આસપાસના વિસ્તારમાં વૃક્ષો ઉછેરવા માટે પણ રોપાઓ આપવામાં આવ્યા. તમામ શિક્ષકશ્રીઓએ અંગત રસ તથા જહેમત લઇ આ સમગ્ર કાર્યક્રમને સાર્થક બનાવ્યો.




























Saturday, 3 August 2019

મીનાની દુનિયા રેડિયો કાર્યક્ર્મ તા. 02/08/2019

શાળામાં આજરોજ મીનામંચ આધારીત રેડિયો કાર્યક્રમ " મીનાની દુનિયા"નું પ્રસારણ સંભળાવવામાં આવ્યું. આજે " ચાલાક લાલા" એપિસોડ રજુ થયો. વિદ્યાર્થીનીઓએ રસપુર્વક આ કાર્યક્રમ સાંભળ્યો.
 

વૃક્ષારોપણ કાર્યક્રમ તા.01/08/2019

શાળાના પરિસરમાં આજરોજ 30 નવા તુલસીના છોડ બાળાઓ તથા શિક્ષકશ્રીઓ દ્વારા વાવવામાં આવ્યા.



નિબંધલેખન સ્પર્ધા -ચિત્ર સ્પર્ધા તા. 02/07/2019

શાળામાં તા. 02/07/2019ના રોજ ધોરણ 5 થી 8 માં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત " મૈ ભારત કો સ્વચ્છ બનાને મેંં કૈસે યોગદાન દે સકતી હું?" વિષય પર નિબંધ લેખન સ્પર્ધા યોજાઇ. આ ઉપરાંત "પાણી બચાવો" તથા " પ્લાસ્ટિકકો ના કહો" - આ વિષયો આધારીત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
આ સ્પર્ધાના વિજેતા બાળકોને  ઇનામ રૂપે  ભારત પેટ્રોલિયમ સિધ્ધપુર દ્વારા શણની બનાવટની સુંદર થેલી આપી પ્રોત્સાહીત કરાયા.








ગુરૂપુર્ણિમા કાર્યક્ર્મ તા. 16/07/2019

શાળામાં તા. 16/07/2019ના રોજ પ્રાર્થના સભા બાદ ગુરૂપુર્ણિમા ઉજવણીનો સંસ્કારલક્ષી કાર્યક્રમ રાખવામાં આવ્યો. બાળકો તથા શિક્ષકશ્રીઓ દ્વારા જીવનમાં ગુરૂના સ્થાન અને મહત્વ અંગે વિવિધ વાતો તથા પ્રસંગોની તથા પ્રસંગ અનુરૂપ ભજનની રજુઆત કરવામાં આવી. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા તમામ ગુરૂજનોનું તિલક કરી પુજન કરવામાં આવ્યું. ગુરૂજનોએ તમામ વિદ્યાર્થીનીઓને ઉજ્જ્વળ શિક્ષણ તથા સંસ્કારના આશિર્વાદ આપ્યા.